Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:6 - પવિત્ર બાઈબલ

6 પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ. અમાંરી સાથે સંધિ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ગિલ્ગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ; એ માટે હવે તમે અમારી સાથે કોલકરાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી તેમણે ગિલ્ગાલની છાવણીમાં જઈને યહોશુઆને તથા ઇઝરાયલી માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ. તમે અમારી સાથે સંધિકરાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:6
9 Iomraidhean Croise  

“બિનઇસ્રાએલી લોકો તમાંરા નામના ગૌરવને માંટે દૂર દેશથી આ મંદિરમાં આવે,


ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?” હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”


આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા.


પરંતુ ગિબયોનના લોકોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં સંદેશો મોકલાવ્યો કે, “અમે તમાંરા દાસો છીએ, અમને એકલા ન મૂકશો, વહેલા અમાંરી તરફ આવો અને અમાંરું રક્ષણ કરો, કારણ કે પર્વતીય પ્રદેશમાં બધા અમોરી રાજાઓ અમાંરી વિરુદ્ધ એક થઈ ગયા છે.”


એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો,


યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું.


તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા.


તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.


Lean sinn:

Sanasan


Sanasan