Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:14 - પવિત્ર બાઈબલ

14 ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇઝરાયલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાહની સલાહ લીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:14
17 Iomraidhean Croise  

ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?” યહોવાએ કહ્યું, “જા.” દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?” અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”


દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?” યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”


અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે.


અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.


તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”


પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે.


અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”


યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”


યુદ્ધ શરૂ કરતાં પહેલાં ઈસ્રાએલી સૈન્ય દેવની સલાહ લેવાને બથેલમાં ગયું. તેમણે પૂછયું, “બિન્યામીન કુળસમૂહ ઉપર અમાંરામાંથી કોણ પહેલો હુમલો કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા કુળસમૂહે પ્રથમ હુમલો કરવો.”


એલઆઝારનો પુત્ર તથા હારુનનો પૌત્ર ફીનહાસ યાજક હતો. ઈસ્રાએલીઓએ યહોવાને પૂછયું, “અમાંરે ફરીથી જઈને અમાંરા ભાઈઓ સામે બિન્યામીનમાં લડાઈ કરવી કે અમાંરે તેઓ સામે લડવાનું બંધ કરવું?” યહોવાએ જવાબ આપ્યો, “જાઓ, કાલે બિન્યામીનને હું તમાંરા હાથમાં સોંપી દઈશ.”


અહીમેલેખે દાઉદ માંટે યહોવાને પ્રાર્થના કરી અને તેને ખાવાનું આપ્યું હતું અને પલિસ્તી ગોલ્યાથની તરવાર તેને આપી.”


Lean sinn:

Sanasan


Sanasan