Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:10 - પવિત્ર બાઈબલ

10 અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી યર્દન પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનનો રાજા સિહોન ને આશ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેમણે જે જે કર્યું તે [પણ અમે સાંભળ્યું છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનના રાજા સીહોનને, અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:10
13 Iomraidhean Croise  

તેથી ચૌદમાં વર્ષે કદોરલાઓમેર બીજા રાજાઓ સાથે તેમની વિરુધ્ધ લડવા માંટે આવ્યો. તેમણે રફીઓને લોકો આશ્તરોથ-કારનાઇમ, ઝુઝી લોકોને હામમાં, એમી લોકોને શાવેહ કિર્યાથાઈમમાં,


ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.


કાદેશથી મૂસાએ આ સંદેશા સાથે સંદેશવાહકો એદોમના રાજાને મોકલ્યા, “આ સંદેશો તમાંરા ઇસ્રાએલી ભાઈઓ તરફથી છે. અમાંરે કેવી હાડમાંરી સહન કરવી પડી છે એ તમે જાણો છો.


યહોવાએ હેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું.


“પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.


બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો;


અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.


અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.


“મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.


તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો’ અને કહો કે, ‘અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો. આ અમાંરા રોટલા જુઓ.’”


તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.


Lean sinn:

Sanasan


Sanasan