Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:28 - પવિત્ર બાઈબલ

28 યહોશુઆએ “આય” ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 યહોશુઆએ આયને બાળીને તેને ખંડિયેર બનાવી દીધું. આજ દિન સુધી તે તેવું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:28
11 Iomraidhean Croise  

તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.


દમસ્કને લગતી દેવવાણી “જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે, તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો. તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે. તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે. તેઓ તે ફરીથી બાંધશે નહિ.


“તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું.


“હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો; તેના અનાજના ભંડારો ખોલી નાખો, લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો, એનો નાશ કરો; કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો, કોઇ બાકી ન રહે,


યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.”


આથી, તમારે કારણે સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે; અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.


પછી તમાંરે તે નગરમાંથી પ્રાપ્ત થયેલી બધી વસ્તુઓને રસ્તા વચ્ચે ઢગલો કરીને બાળી નાખવી. પછી સમગ્ર નગરને બાળી નાખવું. શહેર અને તેની લૂંટને યહોવા તમાંરા દેવને દહનાર્પણ તરીકે હોમી દેવું તે નગર સદાને માંટે ખંડેર નિર્જન ટેકરી જેવું જ રહે અને તેને ફરીથી કદી બાંધવામાં આવે નહિ.


લૂંટમાંથી કશું જ તમાંરા માંટે રાખશો નહિ, જેનો વિનાશ કરવાનો છે જેથી દેવ તમાંરા પર ગુસ્સે થતા બંધ થાય અને બદલામાં તેઓ તમાંરા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમાંરી પર કરુણા દર્શાવશે અને જેમ તમાંરા પિતૃઓને વચન આપેલું તે પ્રમાંણે તમને એક મહાન પ્રજા બનાવશે.


યહોશુઓએ યર્દન નદીની મધ્યમાં બાર પથ્થરો પણ ઉભા કર્યા જ્યાં યાજકો પવિત્ર કોશ સાથે ઉભા હતા, અને ત્યાં સ્માંરક કર્યું અને આજે પણ તે ત્યાં છે.


યહોશુઆએ “આય” ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે.


Lean sinn:

Sanasan


Sanasan