Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:2 - પવિત્ર બાઈબલ

2 યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:2
18 Iomraidhean Croise  

તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.


આ જગ્યાનું નામ પહેલાં લૂઝ હતું પરંતુ યાકૂબે તે જગ્યાનું નામ બેથેલ પાડયું.


એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો.


બિન્યામીન કુળના લોકો જ્યાં વસ્યા તે નગરો આ પ્રમાણે હતા: ગેબા, મિખ્માશ, આયા, બેથેલ, તેઓની આસપાસના ગામો સાથે હતા.


દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.


કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.


તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.


“હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.


હે ઇસ્રાએલ, તું એક વારાંગના વતેર્ તેમ યહૂદાને એ જ પાપ ન કરવા દેતી. ગિલ્ગાલ કે, બેથ-આવેન ન જતા અને યહોવાના નામે સમ ન લેશો. અને ત્યાં યહોવાના સમ ખાશો નહિ.


“સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ.


તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે.


યરીખોનો રાજા બેથેલની પાસેના આયનો રાજા


ઉત્તરમાં તેમની સરહદ યર્દન નદીથી શરૂ થતી, અને ત્યાંથી નીચાણની ભૂમિ પર યરીખોની ઉત્તરમાં તે ચાલુ રહી અને પછી તે પર્વતીય ક્ષેત્રની પશ્ચિમે ગઈ અને બેથ-આવેન રણ ક્ષેત્ર સુધી ચાલુ રહી.


ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી, તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.


ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે યહોશુઆને જણાવ્યું કે, “એ તો નાનું નગર છે, બધા માંણસોએ જવું નહિ, તેનો નાશ કરવા માંટે 2,000–3,000 માંણસો પૂરતા છે. બધાને તકલીફ આપવાની જરૂર નથી. તે લોકો બહું થોડા છે.”


પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.


આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ 10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું.


દાઉદે મેળવેલી લૂંટમાંથી તેણે જે નગરોના વડીલો પર ભેટો મોકલી તેની યાદી: બેથેલ, દક્ષિણમાં રામોથ, યાત્તીર


Lean sinn:

Sanasan


Sanasan