Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:26 - પવિત્ર બાઈબલ

26 તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે, “જે કોઈ ઊઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાહની નજર આગળ શાપિત થાય. તેના જયેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:26
9 Iomraidhean Croise  

તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.


રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?”


પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.


જો અદોમના વારસદારો કહે, “અમે અમારા વિનાશ થઇ ગયેલાં સ્થાનોને ફરીથી બાંધીશું,” પણ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારી ઇચ્છા હોય તો તમે કરો, પણ હું ફરીથી તેનો નાશ કરીશ,” કારણકે તેઓની ભૂમિને “દુષ્ટતાનો દેશ” એવું નામ અપાયેલું છે અને ત્યાંના લોકોને યહોવા જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે તેવા લોકો કહેવામાં આવે છે.


પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં. ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”


કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”


પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan