Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:9 - પવિત્ર બાઈબલ

9 યહોશુઓએ યર્દન નદીની મધ્યમાં બાર પથ્થરો પણ ઉભા કર્યા જ્યાં યાજકો પવિત્ર કોશ સાથે ઉભા હતા, અને ત્યાં સ્માંરક કર્યું અને આજે પણ તે ત્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યર્દન મધ્યે, એટલે જ્યાં કરારકોશ ઊંચકનારા યાજકો ઊભા રહ્યા હતા તે સ્થળે, યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. અને તેઓ આજ સુધી ત્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:9
16 Iomraidhean Croise  

ઇસહાકે એનું નામ શિબાહ પાડયું. આથી એ શહેર આજપર્યંત બેર-શેબા કહેવાય છે.


બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો.


બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.


યાકૂબ કે જેનું નામ યહોવાએ ઇસ્રાએલ રાખ્યું હતું, તેના પુત્રોનાં કુળસમૂહોની સંખ્યા અનુસાર તેણે બાર પથ્થર લીધા.


કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે.


યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”


પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.


તેના કારણે હજુ પણ તે લોહીના ખેતર તરીકે ઓળખાય છે.


સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે.


તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી.


અને પછી તે બધું યહોવાના નિયમો પુસ્તકમાં યહોશુઆએ લખ્યું. અને યહોશુઆએ લોકો પાસે કરાર કરાવ્યા પછી તેણે એક મોટો પથ્થર લઈ અને ત્યાં યહોવાના પવિત્ર મંડપ પાસે મોટા એલોન ઝાડ નીચે તેને રાખ્યો.


જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાંણે જે કઈ લોકોને ફરમાંવવાનું યહોવાએ યહોશુઓને કહ્યું હતું તે સધળું પૂરું થયું ત્યાં સુધી યાજકો કરારકોશ સાથે યર્દન નદીની વચ્ચોવચ્ચ ઊભા રહ્યા. અને લોકો ઉતાવળ કરીને નદી પાર કરી ગયા.


તે માંણસ પાછળથી હિત્તીઓના પ્રદેશમાં ચાલ્યો ગયો અને ત્યાં તેણે એક નગર વસાવ્યું અને તેનું નામ લૂઝ રાખ્યું. આજે પણ તે શહેર એ જ નામે ઓળખાય છે.


તે દિવસથી દાઉદે ઇસ્રાએલ માંટે આ નિયમ કર્યો જે આજપર્યંત ચાલું છે.


ત્યારે શમુએલે ત્યાં એક પથ્થર લઈને મિસ્પાહ અને શેન વચ્ચે ઊભો કર્યો. અને તેનું નામ “એબેન-એઝેર” પાડીને કહ્યું કે, “અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan