Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:14 - પવિત્ર બાઈબલ

14 તે દિવસે યહોવાએ બધાં ઇસ્રાએલીઓ સમક્ષ યહોશુઆને મહાપુરુષ બનાવી દીધો. તે સમય પછી સમગ્ર જીવન દરમ્યાન તેઓ યહોશુઆનો આદર કરવા લાગ્યા. જે રીતે તેઓ મૂસાને આદર કરતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ કરેલા એ દિવસના અદ્‍ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:14
14 Iomraidhean Croise  

રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.


યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.


યહોવાએ સુલેમાનને ઇસ્રાએલની નજરમાં ખૂબ મોટો કર્યો અને ઇસ્રાએલના કોઇ પણ રાજાએ પહેલાં કદીય ભોગવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.


પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.


યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.’”


અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.


મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ;


શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે.


મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા.


પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ.


યહોવાની સમક્ષ યુદ્ધ માંટે તૈયાર 40,000 હથિયારબંધ માંણસો પસાર થયા. તેઓ યરીખોના મેદાનો તરફ કૂચ કરતા હતા.


યહોવાએ યહોશુઆને કહ્યું,


પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan