યહોશુઆ 4:12 - પવિત્ર બાઈબલ12 મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ મૂસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને ઇઝરાયલી લોકોની આગળ પેલે પાર ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 મોશેના ફરમાન પ્રમાણે રૂબેન અને ગાદનાં કુળો અને મનાશ્શાના અર્ધા કુળના લડવૈયા પુરુષો પણ શસ્ત્રસજ્જ થઈને બાકીના સર્વ ઇઝરાયલીઓ આગળ નદી પાર ઉતર્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા. Faic an caibideil |
“એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું.