Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:5 - પવિત્ર બાઈબલ

5 યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને શુદ્ધ કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યહોશુઆએ લોકોને કહ્યું, “પોતાને શુદ્ધ કરો; કારણ, આવતી કાલે પ્રભુ તમારી વચ્ચે અદ્‍ભુત કાર્યો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:5
16 Iomraidhean Croise  

તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.


તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.


કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો; તમે જ એકલાં દેવ છો.


લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.


પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.’” હારુન મૌન થઈ ગયો.


“તેથી તમાંરી જાતને શુદ્ધ અને પવિત્ર રાખો, કારણ કે, હું યહોવા તમાંરો દેવ પવિત્ર છું.


લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા.


હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.


આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”


આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું.


જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”


બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.


“તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.


શમુએલે કહ્યું, “હા, હું શાંતિમાં આવ્યો છું. હું યહોવાને યજ્ઞ અર્પણ આપવા આવ્યો છુઁ. તમે બધા તમાંરી જાતને શુદ્ધ કરો અને માંરી સાથે યજ્ઞ અર્પણ માંટે આવો.” તેણે તેની જાતે યશાઇ અને તેના પુત્રોને તૈયાર કર્યો અને તેમને યજ્ઞ અર્પણ માંટે આમંત્રિત કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan