Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:11 - પવિત્ર બાઈબલ

11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી તમારી આગળ યર્દન પાર ઊતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:11
15 Iomraidhean Croise  

યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે. અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે, યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.


તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઇ નથી.


આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.


પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.


મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે. અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માર્ગે દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.


કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે. ‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે; ઇસ્રાએલના પવિત્ર દેવ અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.


હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.


“હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ! હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ; અને તું તેના વડે ઘણી પ્રજાઓને કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ; અને તેમની પાસેથી લૂંટમાં મળેલી સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.”


યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે.


પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે.


પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”


તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે.


તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે એ લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.


આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”


Lean sinn:

Sanasan


Sanasan