Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:23 - પવિત્ર બાઈબલ

23 યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 [તેણે કહ્યું] , “તો હવે તમારી મધ્યે જે અન્ય દેવો છે તેમને દૂર કરો, ને તમારું હ્રદય ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ વાળો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તેણે કહ્યું, “તો પછી તમારી પાસેના વિદેશી દેવો દૂર કરો અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યેની તમારી વફાદારી જાળવી રાખવા પ્રતિજ્ઞા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોશુઆએ કહ્યું, “તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવાહ તરફ વાળો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:23
16 Iomraidhean Croise  

આપણા દેવ યહોવા આપણા પિતૃઓની જેમ આપણી સાથે સદાય રહો, તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો,


તે ભલે આપણાં હૃદયને તેની મહાનતા તરફ વાળે, જેથી આપણે તેનામાં શ્રદ્ધા રાખીએ, તેના ચીંધેલા માંગોર્ને અનુસરીએ અને તેમણે આપણા પિતૃઓને આપેલી આજ્ઞાઓ, વિધિઓ અને ધારાઓનું આપણે પાલન કરીએ.


તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.


મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ, જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.


કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું ‘યહોવા’ તમારો દેવ છું! તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ. હું તમને ખવડાવીશ.


તેથી માંરી આગળ તમાંરે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમાંરે આ ખોટા દેવો બનાવવા નહિ.


ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ;


“હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”


“તેથી હવે તમે બધાં યહોવાનો ડર રાખો અને નિષ્ઠા તથા સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો. જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાતનદીને બીજે કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને સદાને માંટે દૂર ફેંકી દો અને યહોવાને આરાધો.”


Lean sinn:

Sanasan


Sanasan