Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:8 - પવિત્ર બાઈબલ

8 તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ આજ સુધી તમે કરતા આવ્યા તેમ તમારા ઈશ્વર યહોવાને જ વળગી રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવાહ, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:8
11 Iomraidhean Croise  

તે યહોવાને સંપૂર્ણ નિવાન હતો અને નિવાનીમાં તે કદી ચલિત થયો નહોતો, અને યહોવાએ મૂસાને જણાવેલી આજ્ઞાઓનું તે પાલન કરતો હતો.


બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.


“તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.


“હું જે બધી આજ્ઞાઓનું પાલન કરવાનો આદેશ આપું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો, તમાંરા યહોવા દેવ પર પ્રીતિ રાખશો અને તેમને વળગી રહેશો, અને તેમના દોરેલા માંગેર્ આગળ વધશો,


તમાંરે તમાંરા દેવ યહોવા સિવાય અન્ય કોઈ દેવનું પૂજન કદી કરવું નહિ. તેનાથી ડરવું, ફકત તેમની જ આજ્ઞાઓને અનુસરવું, અને તેમને જ વળગી રહેવું અને તેમની જ ઉપાસના કરવી.


જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.


પરંતુ તમે કે જેઓ તમાંરા દેવ યહોવાને દૃઢતાથી વફાદાર રહ્યા તે આજે જીવતા રહ્યા છો.


કારણ જો તમે યહોવા તમાંરા દેવને અનુસરવાનું બંધ કરો, તો તે તમાંરો નાશ તે લોકોની જેમ કરશે જે તમાંરા શત્રુઓ છે.


ફક્ત જે કઈ યહોવાના સેવક, મૂસાએ નિયમ અને આજ્ઞાઓને લગતી તમને આજ્ઞા કરી છે, તમાંરે બધાએ બધી બહુ જ કાળજીથી પાળવી. તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખજો. હમેશા તેને માંર્ગે ચાલજો અને તેની આજ્ઞાઓનું પાલન કરજો, વફાદાર રહેજો અને પૂરા મનથી અને પૂરા ઉત્સાહથી તેની સેવા કરજો.”


તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પધ્રૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ.


“યહોવાએ મહાન કાર્ય કર્યુ છે અને તમાંરી સામેથી મહાન અને શક્તિશાળી રાષ્ટ્રોને હાંકી કાઢયાં છે અને કોઈ પણ તમાંરી વિરૂદ્ધ ઉભું રહેવા સમર્થ નથી.


Lean sinn:

Sanasan


Sanasan