Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:7 - પવિત્ર બાઈબલ

7 તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પધ્રૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓનો સહવાસ રાખો નહિ. અને [તેઓના] દેવોના નામનું ઉચ્ચારણ કરો નહિ, ને [તેઓના] સોગન આપો નહિ, ને તેઓની સેવા પણ કરો નહિ, ને તેઓને પગે લાગો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:7
23 Iomraidhean Croise  

યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.


માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.”


“પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,


જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે. હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ. હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.


તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.


“અને મેં જે બધું તમને કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અને અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમાંરા મોઢેથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.


નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”


દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.


જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.


દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.


હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.


તેઓ ઘરની અગાશી પર જઇને આકાશના સૈન્યની ભકિત કરે છે, અને તેઓ યહોવાને અનુસરે છે પણ સાથે સાથે માલ્કામનું પણ ભજન કરે છે! ને તેમના નામે સમ ખાય છે. તેમનો પણ હું સંહાર કરીશ.


એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.


“તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,


મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.”


અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.


“તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.


તમાંરા દેવ યહોવૅંથી ડરો, તેની સેવા કરવી અને તમાંરા બધા વચનોમાં ફકત તેમનું જ નામ વાપરવું.


તમાંરે પડોશી પ્રજાઓના દેવોની પૂજા કરવી નહિ.


“પણ જો તમે તેની વિરુદ્ધ ફરશો, જો તમે તમાંરી વચ્ચે હજુ જે રાષ્ટ્રો રહેલા છે તેમની સાથે જોડાવ, અને તેમની સાથે આંતરલગ્ન કરો,


તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.


Lean sinn:

Sanasan


Sanasan