Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:14 - પવિત્ર બાઈબલ

14 “હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જુઓ, આજ સર્વ લોકને માટે ઠરાવેલે માર્ગે હું જાઉં છું; અને તમારાં અંત:કરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો કે, જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી, તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “હવે મારા મરણનો સમય નજીક આવતો જાય છે. તમે સૌ તમારા મનમાં અને અંતરમાં સમજો છો કે તમારા ઈશ્વર પ્રભુએ તમને વચન આપ્યું તે પ્રમાણે તમને સર્વ સારી વસ્તુઓ આપી છે. તેમણે આપેલાં સર્વ વચનો પરિપૂર્ણ થયાં છે અને એમાંનું એકેય નિરર્થક નીવડયું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવાહ પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:14
16 Iomraidhean Croise  

પછી ઇસ્રાએલનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યૂસફને બોલાવીને કહ્યું, “માંરા પર તારી કૃપાદૃષ્ટિ હોય તો તારો હાથ માંરી જાંધ નીચે મૂક અને માંરી સાથે ખરા મનથી વર્તવાનું મને વચન આપ.


“જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે.


“તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા.


હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.


હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.


જે ઉંચે જાય છે તેને પડવાની બીક લાગશે. જે રસ્તા પર ચાલતો હશે તે ત્યાં જતા ડરશે. બદામનું ઝાડ ફાલશે. તીડ પોતે ધીમે ધીમે સાથે ઘસડાશે. બધી ઇચ્છાઓ મરી પરવારશે અને દરેક જણ પોતાના અનંત અનાદિ ઘેર જશે.


જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


મેં તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં હું તેઓને લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોયાં. અને તે દરેકની આગળ બલિદાનો, સુવાસિત ધૂપ અને પેયાર્પણો અર્પણ કરી તેઓએ મને ક્રોદિત કર્યો છે.


દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.


આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!


જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.


આમ, શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા. યહોવાએ શમુએલની બધી ભવિષ્યવાણી સાચી સાબિત કરી.


Lean sinn:

Sanasan


Sanasan