Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:6 - પવિત્ર બાઈબલ

6 યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એમ યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા; અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6-8 યહોશુઆએ તેમને આશિષ આપીને તેમને ઘેર વિદાય કર્યા અને તે વખતે તેણે તેમને આ વચનો કહ્યાં, “તમે બહુ સમૃદ્ધ થઈને એટલે પુષ્કળ ઢોરઢાંક, રૂપું, સોનું, તાંબુ, લોખંડ અને વસ્ત્રોનો મોટો ભંડાર લઈને તમારે ઘેર જાઓ છો. તો તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમારા કુળના સાથીબધુંઓને પણ આપજો.” પછી તેઓ પોતપોતાને ઘેર જવા વિદાય થયા. મનાશ્શાના અર્ધાકુળને યર્દનની પૂર્વ તરફ મોશેએ પ્રદેશ આપ્યો હતો; પણ તેના બાકીના અર્ધાકુળને યહોશુઆએ અન્ય કુળોની સાથે સાથે યર્દનની પશ્ર્વિમ તરફ પ્રદેશ આપ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:6
18 Iomraidhean Croise  

અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું: “પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો.


પછી ફારુનને આશીર્વાદ આપ્યા બાદ યાકૂબ તેમની પાસેથી ચાલ્યો ગયો.


અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા.


પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો.


અને ત્યારબાદ તેણે બધા લોકોને પ્રસાદ આપ્યો; તેણે પ્રત્યેક ઇસ્રાએલી સ્ત્રી-પુરુષને એક-એક રોટલી, થોડું ખજૂર અને થોડું શેકેલું માંસ તથા સૂકી દ્રાક્ષાની બાટી વહેંચી આપ્યાં. આ બધું પૂરું થયા પછી બધા પોતપોતાને ઘેર ગયા.


જયારે દાઉદ પોતાનાં કુટુંબીજનોને આશીર્વાદ આપવા પોતાને ઘેર પાછો આવ્યો ત્યારે શાઉલની દીકરી મીખાલ તેને મળવા સામે આવી, અને બોલી, “ઇસ્રાએલનો રાજા આજે તમે જેમ કોઇ મૂર્ખ પોતાના વસ્ત્રો કાઢી નાખે તેમ તમે તમાંરી દાસીઓની સામે આજે નવસ્ત્રો થઇને કેટલા ઉમદા દેખાતાં હતાં.”


આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા.


ખરું જોતાં, એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાંખરાં માણસોએ દેહશુદ્ધિ કરી નહોતી, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝિક્યાએ તેમને માટે પ્રાર્થના કરી કે,


પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.


પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે.


ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા.


તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.


ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા.


પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.


તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.


તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમર્પિત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.” ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.


Lean sinn:

Sanasan


Sanasan