Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:45 - પવિત્ર બાઈબલ

45 યહોવાએ ઇસ્રાએલી લોકોને આપેલાં દરેક શુભ વચનો પાળ્યાં, દરેક વચન ફળીભૂત થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 યહોવાએ ઇઝરાયલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત થયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 પ્રભુએ ઇઝરાયલના વંશજોને જે સર્વ સારાં વચનો આપ્યાં હતાં તેમાંનું એકેય નિરર્થક નીવડયું નહિ; પણ બધાં પરિપૂર્ણ થયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:45
13 Iomraidhean Croise  

રાજાએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે.


“હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે.


તમાંરા સેવક, માંરા પિતા દાઉદને આપેલું તમાંરું વચન આજે તમે પૂર્ણ કર્યુ છે.


“તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા.


તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ; તેં તેની સાથે એક કરાર કર્યો અને તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ તેનાઁ વંશજોને આપવાનું તેને વચન આપ્યું. તું ન્યાયી હોવાથી તેઁ તારૂં વચન પાળ્યું છે.


યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી, મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું, અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.


દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.


દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે.


તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.


અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી.


પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ. આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.


આમ, શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા. યહોવાએ શમુએલની બધી ભવિષ્યવાણી સાચી સાબિત કરી.


Lean sinn:

Sanasan


Sanasan