Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:5 - પવિત્ર બાઈબલ

5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને એમ થયું કે અંધારું થયું ત્યારે આશરે દરવાજો બંધ કરાતી વેળાએ તે માણસો બહાર નીકળ્યા. અને તેઓ ક્યાં ગયા તે હું જાણતી નથી. વહેલા વહેલા તેઓની પાછળ જાઓ; કેમ કે તમે તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:5
11 Iomraidhean Croise  

તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.


તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.


“જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે.


એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”


પરંતુ તે સ્ત્રીએ તે બે માંણસોને સંતાડી દીધા હતા, તેથી જવાબ આપ્યો કે, “માંરા ઘરમાં કેટલાક માંણસો આવ્યા હતા ખરા પણ તેઓ કયાંથી આવ્યા હતા અને તેઓ જાસૂસ છે એની મને ખબર નથી.


ખરેખર તેણીએ તેઓને ધાબા ઉપર શણનાં ઢગલાઓની નીચે સંતાડી દીધા હતા.


રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.


તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી.


જયારે શાઉલના માણસો દાઉદને પઢડવા આવ્યા, ત્યારે મીખાલે કહ્યું, “એ બિમાંર છે.”


Lean sinn:

Sanasan


Sanasan