Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:16 - પવિત્ર બાઈબલ

16 અને તેમને કહ્યું, “તમે પર્વતોમાં ચાલ્યા જાઓ, નહિતર તમે પીછો પકડનારાઓના હાથમાં ઝડપાઈ જશો. ત્રણ દિવસ સુધી તમે સંતાઈને રહેજો, ત્યાં સુધીમાં એ લોકો પાછા આવી જશે. ત્યાર પછી તમે તમાંરા માંર્ગે આગળ વધજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેણે તેઓને કહ્યું, “તમે પર્વત ઉપર જતા રહો, રખેને પાછળ લાગનારાઓના હાથમાં તમે આવી પડો. અને તમારી પાછળ લાગનારા પાછા આવે ત્યાં સુધી ત્રણ દિવસ તમે ત્યાં સંતાઈ રહેજો. અને ત્યારપછી તમે તમારે માર્ગે ભલે જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે તેમને કહ્યું, “તમે પહાડીપ્રદેશમાં નાસી જાઓ, નહિ તો રાજાના માણસો તમને પકડી પાડશે. તેઓ પીછો કરવામાંથી પાછા ફરે ત્યાં સુધી તમે ત્રણ દિવસ સંતાઈ રહેજો અને પછી તમે તમારે રસ્તે પડજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:16
6 Iomraidhean Croise  

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”


તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.


રાહાબ જે મકાનમાં રહેતી હતી તે નગરની દીવાલની પાસે આવેલું હતું. તેથી તેણીએ તે બંને પુરુષોને તેણીના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરવા દીધા.


પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.


દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.


દાઉદ માંઓનના રણમાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan