Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 17:16 - પવિત્ર બાઈબલ

16 યૂસફના લોકોએ કહ્યું, “ડુંગરાળ દેશ અમાંરા માંટે પૂરતો નથી, પણ કનાનીઓ જે સપાટ પ્રદેશમાં રહે છે, તેમની પાસે લોખંડના રથો છે. કનાનીઓ બેથશેઆન અને તેના નજીકના શહેરો અને યિઝ્એલ ખીણના ક્ષેત્રમાં રહેતાં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યૂસફપુત્રોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમને બસ થાય એટલો નથી; અને જે કનાનીઓ ખીણપ્રદેશમાં રહે છે તે સર્વની પાસે, એટલે બેથશેઆન ને તેનાં ગામડાંમાં રહેનારાની પાસે ને યિઝ્એલની ખીણમાં રહેનારાની પાસે, લોઢાના રથો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 17:16
20 Iomraidhean Croise  

દરમ્યાન આકાશ વાદળથી કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધોધમાંર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસી ગયો અને યિઝએલ જવા માંટે નીકળી પડ્યો.


એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો.


ત્યારબાદ એવું બન્યું કે, નાબોથ નામના માંણસ પાસે દ્રાક્ષની વાડી હતી, નાબોથ યિઝએલનો હતો અને તેની દ્રાક્ષવાડી યિઝએલમાં હતી, સમરૂનના રાજા આહાબના ઘર પાસે.


યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.


અહીલૂદના પુત્ર બાઅનાએ તાઅનાખ તથા મગિદ્દો, અને સારથાનની બાજુમાં યિઝએલ તળે આખા બેથશઆનમાં પ્રશાસક હતો, તેણે બેથશઆનથી છેક આબેલ મહોલાહ અને યોકમઆમની પેલી પાર સુધી શાસન કર્યું.


યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’” પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.


‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.’”


“તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું.


યોકદઆમ, જાનોઆહ, યિજાએલ,


મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં.


યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.”


યહોશુઆએ યૂસફના લોકો મનાશ્શા અને એફ્રાઈમના કુટુંબના લોકોને કહ્યું, “તમે બધા મોટી સંખ્યાંમાં છો અને બહુ શક્તિશાળી છો, તેથી તમને એક કરતા વધુ જમીનનો ભાગ મળવો જોઈએ.”


પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો.


એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ,


અને યહોવા, યહૂદાના લોકોની સાથે હતાં તેઓએ પર્વતીય પ્રદેશ કબજે કરી લીધો. પરંતુ તેઓ પાસે લોખંડના રથ નહિ હોવાથી નીચાણના દેશની પ્રજાને તેઓ કાઢી શક્યા નહિ.


એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.


યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.


ત્યારબાદ મિદ્યાનીઓએ, અમાંલેકીઓએ અને પૂર્વની અન્ય પ્રજાઓએ ભેગા થઈને યર્દન નદી ઓળંગી યિઝ્રએલની ખીણમાં તેમના છાવણી તાણ્યા.


પલિસ્તીઓએ પોતાનું સમગ્ર લશ્કર અફેક આગળ ભેગું કર્યું, અને ઇસ્રાએલીઓએ યિઝએલમાં આવેલા ઝરણાં પાસે છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan