યહોશુઆ 17:15 - પવિત્ર બાઈબલ15 યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યહોશુઆએ તેઓને કહ્યું, “જો તું એક મોટી પ્રજા હો, તો જંગલમાં જા, ને ત્યાં પરિઝીઓની તથા રફાઈઓની ભૂમિમાં પોતાને માટે ઝાડ કાપી નાખીને [જગા કર] ; કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તારે માટે બહુ જ સાંકડો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 યહોશુઆએ જવાબ આપ્યો, “તમારી વસ્તી વધારે હોય અને એફ્રાઈમનો પહાડીપ્રદેશ તમને નાનો પડતો હોય તો જંગલમાં જાઓ અને ત્યાં પરિઝ્ઝીઓ અને રફાઈઓની જમીનમાં વૃક્ષો કાપી નાખીને તમારે માટે જગા કરો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે. Faic an caibideil |
પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”