Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 16:7 - પવિત્ર બાઈબલ

7 પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યોનઆથી ઊતરીને અટારોથ સુધી, ને નારા સુધી ગઈ, ને યરીખોને મળીને યર્દન પાસે તેનો છેડો આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તે સીમા યાનોઆથી અટારોથ અને નાઆરા તરફ ઊતરી અને યરીખો સુધી પહોંચીને યર્દન આગળ પૂરી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 16:7
6 Iomraidhean Croise  

તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતાઁ, ને પૂર્વ તરફ નાઅરાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ; વળી શખેમને તેના કસબાઓ અને અઝઝાહ તથા તેના કસબાઓ સુધી હતા;


અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.


ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.


પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી.


યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.


તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે: “જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ. જે કોઈ શહેરનો પાયો નાખશે તે એનો વડો પુત્ર ગુમાંવશે. અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”


Lean sinn:

Sanasan


Sanasan