Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:47 - પવિત્ર બાઈબલ

47 પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 આશ્દોદ, તેનાં નગરો તથા તેનાં ગામો; ગાખાઅ, તેનાં નગરો તથા તેનાં ગામો; મિસરનું નાળું તથા મહા સમુદ્ર તથા [તેનો] કિનારો, ત્યાં સુધીનાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 ઇજિપ્તની સરહદ પરના વહેળા સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી આશ્દોદ તથા ગાઝા તેમજ તેમનાં નગરો તથા ગામો હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:47
17 Iomraidhean Croise  

પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ.


તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.


તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં.


“અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને એ દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો.


જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યર્મિયા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો.


ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, અને ખંડેર બની જશે. અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!


કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે.


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”


છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.


યહોશુઆએ બધા અનાકીઓનો તેમના નગરો સાથે નાશ કર્યો હતો. તેથી તેઓમાંનું કોઈ પણ ઇસ્રાએલીઓની ભૂમિમાં વચ્યું નહિં. બસ થોડા જ ગાજા, ગાથ અને આશ્દોદમાં બાકી રહ્યાં.


મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,


પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.


તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો, તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.


પર્વતીય પ્રદેશના 44 નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,


Lean sinn:

Sanasan


Sanasan