Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:11 - પવિત્ર બાઈબલ

11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:11
15 Iomraidhean Croise  

અને બોલ્યો, “આ યહોવાનાં વચન છે: કારણ કે ‘તેં એક્રોનના દેવ બઆલઝબૂબને પ્રશ્ર્ન કરવા સંદેશવાહકો મોકલ્યા હતા, તેથી તું હમણા જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું ચોક્કસપણે મરી જશે.’”


તેમણે કહ્યું, “એક માંણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જાઓ અને તેને કહો કે, ‘આ યહોવાના વચન છે; ઇસ્રાએલમાં કોઈ દેવ નથી કે, તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબને જઈને પ્રશ્ર્ન કરો છો? આને કારણે તું જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું જરૂર મરી જશે.’”


તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં.


ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.


પછી સરહદ બાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.


પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.


યહુદાના લોકોને એકોનનું નગર પણ મળ્યું અને બધાં શહેરો અને નજીકમાંના ગામો પણ મળ્યાં.


પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે.


યહૂદાના લોકોએ ગાઝા, આશ્કલોન, એક્રોન અને તેની આસપાસનો પ્રદેશ કબજે કર્યો.


ઇસ્રાએલ અને યહૂદાના લોકો રણગર્જના કરી આગળ ધસી આવ્યા અને ગાથ સુધી તથા એક્રોનની ભાગોળો સુધી પલિસ્તીઓની પાછળ પડયા. શાઅરાઈમથી માંડીને છેક ગાથ અને એક્રોન સુધીનો આખો રસ્તો ઘવાયેલા પલિસ્તીઓથી છવાઈ ગયો.


આથી તેમણે તેમના દેવ યહોવાના કરારકોશને એક્રોન મોકલી આપ્યો, જયારે પવિત્રકોશ એક્રોન પહોંચ્યો ત્યારે ત્યાંના લોકો પોકાર કરી ઊઠયા કે, “આપણને અને આપણી પ્રજાને માંરી નાખવા માંટે એ લોકો ઇસ્રાએલીઓના દેવનો કરારકોશ અહીં લઈ આવ્યા છે!”


આથી તેમણે સર્વ પલિસ્તી રાજાઓને બોલાવ્યા અને કહ્યું, “ઇસ્રાએલીઓના દેવના પવિત્રકોશ સાથે આપણે શું કરીશું?” શાસનકર્તાઓએ કહ્યું, “તેને ગાથ ખસેડો.” તેથી તેઓ તેને ગાથ લઈ ગયા.


એફોનથી ગાથ સુધીનાં શહેરો જે પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ પાસેથી કબજે કર્યા હતા, તે બધાં શહેરો તેમને પાછાં સોંપી દેવામાં આવ્યાં, આ શહેરોની આસપાસની જગ્યા પણ ઇસ્રાએલીઓને પાછી મળી. વળી ઇસ્રાએલીઓ અને અમોરીઓ વચ્ચે પણ સુલેહશાંતિ જળવાઈ રહી.


Lean sinn:

Sanasan


Sanasan