Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:5 - પવિત્ર બાઈબલ

5 કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને એ સર્વ રાજાઓ એકઠા થયા. અને તેઓએ આવીને ઇઝરાયલની સાથે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:5
9 Iomraidhean Croise  

અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ.


હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.


જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા, ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.


હે રાષ્ટ્રો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ, તમે છિન્નભિન્ન થઇ જશો, હે દૂરના રાષ્ટ્રો, તમે બધા સાંભળો; અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા, અને નાશ પામો!


આ સર્વ રાજાઓ ઇસ્રાએલને કચડી નાખવાના હેતુ સાથે પોતપોતાના આખા સૈન્યો સાથે નીકળી પડયા. એમાં સાગરકાંઠાની રેતીના કણોની જેમ ગણ્યા ગણાય નહિં એવા અસંખ્ય ઘોડા અને રથ હતા. વ્યૂહરચના કરીને અસંખ્ય લોકો મેરોમ સરોવરની આસપાસ એકત્ર થયા,


પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ સૈન્યથી ગભરાઈશ નહિં. હું તમને તેઓને હરાવવા દઈશ. કાલ આ સમય સુધીમાં, તમે તે બધાને માંરી નાખ્યા હશે. તમે ઘોડાઓના પગો કાપશો અને તેઓના બધાં રથો બાળશો.”


યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.


(આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)


Lean sinn:

Sanasan


Sanasan