Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:4 - પવિત્ર બાઈબલ

4 આ સર્વ રાજાઓ ઇસ્રાએલને કચડી નાખવાના હેતુ સાથે પોતપોતાના આખા સૈન્યો સાથે નીકળી પડયા. એમાં સાગરકાંઠાની રેતીના કણોની જેમ ગણ્યા ગણાય નહિં એવા અસંખ્ય ઘોડા અને રથ હતા. વ્યૂહરચના કરીને અસંખ્ય લોકો મેરોમ સરોવરની આસપાસ એકત્ર થયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેઓ તથા તેઓનાં સર્વ સૈન્ય, એટલે સમુદ્રના કાંઠા પરની રેતીની માફક અસંખ્ય લોક, બહુ ઘોડાને રથો સહિત નીકળી આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:4
8 Iomraidhean Croise  

તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે.


હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.’”


“તેથી માંરી સલાહ છે કે, દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓને તેઓ સૌને તું એકઠા કર. આમ સમુદ્રની રેતીની જેમ ઘણાં સૈનિકોથી તારું સૈન્ય વિશાળ થઇ જશે, અને પછી તારે જાતે જ યુદ્ધનાં લશ્કરની આગેવાની લેવી પડશે.


યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.


તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે અડગ ઊભા રહીશુ.


કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો.


મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.


પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan