Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 11:17 - પવિત્ર બાઈબલ

17 તેણે સેઈર નજીક હાલાક પર્વતીય હેર્મોન પર્વત નીચે લબાનોનની ખીણમાં બઆલ-ગાદ સુધીની બધી જમીનનું શાસન લીધું. તેણે તે દેશોના રાજાઓને પકડયા અને તેઓને માંરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બાલ-ગાદ સુધીનો [દેશ કબજે કર્યો] ; અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 11:17
12 Iomraidhean Croise  

યાકૂબનો ભાઈ એસાવ “સેઇર” પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.


ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.


હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો.


“પછી યહોવાએ મને આપેલી આજ્ઞા મુજબ આપણે પાછા ફર્યા અને રાતા સમુદ્રને રસ્તે રણપ્રદેશમાં આગળ વધ્યા. ઘણા વર્ષો સુધી આપણે સેઇરના પર્વતીય પ્રદેશની આજુબાજુ ભટકયા.


સિદોનીઓ હેમોર્ન પર્વતને સીર્યોનન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે.


“મૂસાએ કહ્યું, યહોવા આપણી પાસે સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી પોતાના લોકો સામે સૂર્યની જેમ પ્રગ્રટ થયા. પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા. તેમની સાથે 10,000 દૂતો હતા. અને તેમને જમણે હાથે ઝળહળતી જવાળા હતી.


યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.


હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે.


આ બધા રાજાઓ સાથે યહોશુઆએ ખૂબ લાંબુ યુદ્ધ કર્યુ હતું.


પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.


અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,


Lean sinn:

Sanasan


Sanasan