યહોશુઆ 11:12 - પવિત્ર બાઈબલ12 યહોશુઆ એ બધા રાજાઓને અને તેમનાં નગરોને કબજે કર્યા, અને યહોવાના સેવક મૂસાએ જણાવ્યા મુજબ હત્યાકાંડ ચલાવી તેમનો નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યહોશુઆએ તે રાજાઓને સર્વ નગરો તથા તેઓનઅ સર્વ રાજાઓને કબજે કર્યા, ને જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓને તરવારથી મારીને તેઓનો વિનાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો. Faic an caibideil |
તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું.