Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:25 - પવિત્ર બાઈબલ

25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યહોશુઆએ તેઓને કહ્યું, “બીહો નહિ, તથા ગભરાઓ નહિ; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમે કે જે જે શત્રુઓ સાથે તમે લડશો તે સર્વને યહોવા એમ જ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 પછી યહોશુઆએ પોતાના અમલદારોને કહ્યું, “બીશો નહિ કે હતાશ થશો નહિ, પણ દૃઢ તથા હિમ્મતવાન થાઓ; કારણ, પ્રભુ તમારા સર્વ શત્રુઓને આ જ પ્રમાણે કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવાહ તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:25
13 Iomraidhean Croise  

જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.


શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે? અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.


દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે.


મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે.


મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.


યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.


“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.


મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.”


પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”


યહોવાએ મને સિંહોના અને રીછોના પંજામાંથી બચાવ્યા છે, તે જ મને આ પલિસ્તીઓના પંજામાંથી પણ બચાવશે.” આખરે શાઉલ સંમત થયો અને કહ્યું, “જા, ભલે જા, યહોવા તારું રક્ષણ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan