Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:24 - પવિત્ર બાઈબલ

24 જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના જે સરદારો તેની સાથે ગયા હતા તેઓને તેણે કહ્યું, “પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મૂકો.” અને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મૂકયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અને જયારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, “તમારા પગ તેઓની ગરદનો પર મૂકો.” તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:24
18 Iomraidhean Croise  

મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.


તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત: હું તેઓને હરાવી શકુ છું.


તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે, અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.


યહોવાએ મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”


તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે; તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.


શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી. તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.


માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર, તો પણ તું સુરક્ષિત રહેશે; હા, તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.


હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”


શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે. પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.


હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”


દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે: “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.”


પછી ગિદિયોને પોતાના સૌથી મોટા પુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, અને આ લોકોને માંરી નાખ.” પરંતુ તેના પુત્રએ તરવાર ખેંચી નહિ, તે હજુ નાદાન હતો એટલે તેની હિંમત ચાલી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan