યહોશુઆ 10:2 - પવિત્ર બાઈબલ2 તે વિષે જાણ્યું ત્યારથી યરૂશાલેમના લોકો ઘણા જ ડરી ગયા, કારણ કે ગિબયોન તો મહાનગર હતું અને તે રાજનગર જેવું હતું અને તે આયનગર કરતાં વિશાળ હતું. તે નગરના લોકો બહાદુર હતાં, અને તેઓ તેના માંટે બહુ પ્રખ્યાત હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે તેઓ બહુ બીધા, કેમ કે ગિબ્યોન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 એનાથી યરુશાલેમના લોકો ચોંકી ઊઠયા; કારણ, ગિબ્યોન તો બીજાં રાજવી નગરોના જેટલું જ મોટું હતું; બલ્કે, તે આય કરતાં પણ મોટું હતું અને તેના માણસો સારા લડવૈયા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી યરુશાલેમના લોકો ભયભીત થયા કારણ કે ગિબ્યોન એક મોટું રાજવંશી શહેરોમાંનું એક હતું. તે આય કરતા ઘણું મોટું હતું અને તેના સર્વ માણસો શક્તિશાળી લડવૈયાઓ હતા. Faic an caibideil |
તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું.