Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 10:12 - પવિત્ર બાઈબલ

12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું: “ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા તે દિવસે, યહોશુઆ યહોવાની આગળ બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર [સ્થિર રહે].”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવાહ સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 10:12
29 Iomraidhean Croise  

નેરનો પુત્ર આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અમલદારો માંહનાઈમ છોડી ગિબયોન ગયા.


ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”


પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.


યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”


તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.


સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે,


જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ, અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો! સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!


પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે, સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે. તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.


દિવસ અને રાત બંને તમારા છે, અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.


કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે!


જુઓ, આહાઝના છાયાયંત્ર પ્રમાણે એ સૂર્યના પડછાયાને દશ આંક પાછો હઠાવશે! અને તરત જ પડછાયો દશ આંક પાછો હઠી ગયો.”


તારો સૂર્ય હવે કદી આથમશે નહિ કે તારો ચંદ્ર છુપાશે નહિ, કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે.


તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું,


“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.


“તે દિવસે હું ખરે બપોરે સૂર્યાસ્ત કરીશ. અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર પાથરી દઇશ.


પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.


રા વેગીલા બાણોના ઝબકારથી, અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી; સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.


યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ, તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.


અને મેં જે વિષે સખત ના જણાવી છે તેવા અન્ય દેવો એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારાઓનું-નક્ષત્રોનું પૂજન કરે છે.


તમે, આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર કે તારાઓની સેવાપૂજા કરશો નહિ. તમાંરા દેવ યહોવાએ એમને તો પૃથ્વી પર વસતા બધાં લોકોના લાભ માંટે આપેલા છે.


તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.


શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ,


અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.


ત્યારબાદ એલોનનું પણ અવસાન થયું અને તેને ઝબુલોનના કુળસમૂહના આયાલોનમાં દફનવવામાં આવ્યો.


આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.


પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.


પરંતુ ભૂખ્યા હોવા છતાં તેઓએ મિખ્માંશથી આયાલોન સુધી પલિસ્તીઓનો પીછો કરીને આખો દિવસ તેઓની હત્યા કરીને હરાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan