Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 4:11 - પવિત્ર બાઈબલ

11 તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તો આ મહાનગર નિનવે કે જેમાં એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણાં કે ડાબા હાથ વચ્ચે શો તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણાં જાનવર છે. એ નગર પર મને અનુકંપા ના ઊપજે?”

Faic an caibideil Dèan lethbhreac




યૂના 4:11
17 Iomraidhean Croise  

હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું.


તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.


તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઉંચી છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે. તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.


યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.


પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.


એ બાળક નરસાનો ત્યાગ કરી, સારાને પસંદ કરતા શીખશે. તે પહેલાઁ તું જેનાથી ભયભીત થાય છે તે બે રાજાઓના દેશો ઉજ્જડ થઇ જશે.


“ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ: તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”


દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.


પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે.


જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’


પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે.


Lean sinn:

Sanasan


Sanasan