Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:8 - પવિત્ર બાઈબલ

8 “લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ રાખે છે તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:8
11 Iomraidhean Croise  

તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.


જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.


જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;


મને કીચડમાંથી કાઢો, મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ અને દ્વેષીઓથી મારી રક્ષા કરો.


મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.


હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર, મારું સાર્મથ્ય તથા મારો ગઢ, સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા વડીલો મૂર્ખ હતા, કારણ કે તેઓએ જૂઠા દેવોની તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.


મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે.


હે વિશ્વની સર્વ પ્રજાઓ, ધ્યાન આપો અને સાંભળો. દેવ યહોવા પોતાના પવિત્રમંદિરમાંથી, તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.


યહોવાનો ત્યાગ કરશો નહિ, મૂર્તિઓની પૂજા કે સેવા કરશો નહિ કારણ કે તે પુતળા માંત્ર છે, તે તમાંરી મદદ કરી શકશે નહિ. તે કઇંજ નથી!


Lean sinn:

Sanasan


Sanasan