Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:4 - પવિત્ર બાઈબલ

4 ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’ તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મેં કહ્યું કે, મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર તરફ જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:4
20 Iomraidhean Croise  

કારણ કે તેઓ તમાંરું વિખ્યાત નામ, તમાંરા મજબૂત હાથ, તમાંરી શકિતશાળી ભૂજા વિષે જાણે છે અને તેઓ તમાંરાં મંદિરમાં તમને પ્રાર્થના કરવા આવશે,


અને તેઓ ખરેખર તમાંરા તરફ પાછા વળે, જ્યારે તેઓ તેના દુશ્મન જેણે તેમને બંદી કર્યા હતા, તેના દેશમાં હોય અને પ્રમાંણિકપણે તમાંરી તરફ વળે, અને જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો હતો, નગર જે તમે પસંદ કર્યું હતું અને મંદિર જે મેં તમાંરા માંટે બાંધ્યું હતું, તેના સામે જોઇને તેઓ પ્રાર્થના કરે.


તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમર્પિત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટ્રો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;


અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.


અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.


અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે. અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.


પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ. હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.


તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં, તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.


મારા પર તમારો કોપ અતિ ભારે છે, તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;


મારી બધી વેદના શમી ગઇ છે, તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે. તેં મારા બધાં પાપોને તારી પીઠ પાછળ નાખી દીધાં છે.


છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે, અમારો નાથ અમને ભૂલી ગયો છે.”


“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!


તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”


મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”


ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’


હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું.


“જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું. મેં યહોવાને યાદ કર્યાં; મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.


Lean sinn:

Sanasan


Sanasan