Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 1:5 - પવિત્ર બાઈબલ

5 ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો. પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ખલાસીઓ બીધા, ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો, પણ યૂના વહાણના સૌથી અંદરના ભાગમાં ઊતરી જઈને સૂઈ ગયો હતો, ને ભરનિદ્રામાં પડ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા માટે તેમણે તેમાંનો માલસામાન દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 1:5
22 Iomraidhean Croise  

તેથી તેઓએ તેના કહ્યા મુજબ કર્યું અને એક બળદ તૈયાર કર્યો, અને સવારથી તે બપોર સુધી બઆલનું નામ જપ્યા કર્યું, “તેઓ ઓ બઆલ, અમને જવાબ આપ.” એવા પોકારો કરતાં રહ્યાં, પણ ત્યાં કોઇ અવાજ ન હતો અને જવાબ ન હતો. તેઓએ વેદીની ગોળ ફરતે નૃત્ય પણ કર્યુ.


શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે.


તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે; તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.


અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.


શોધવાનો સમય; ગુમાવવાનો સમય; રાખવાનો સમય; ફેંકી દેવાનો સમય;


યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.


તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી? જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે. હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે તેટલાં દેવોની મૂર્તિઓ છે.”


તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી; તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે. અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે, તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.


તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”


આથી ખલાસીઓ યહોવાથી ખૂબ ડરી ગયા, અને તેઓએ યહોવાને બલિ અપ્યો,ર્ અને તેને વિશિષ્ટ વચનો આપ્યાં.


વહાણના કપ્તાને કહ્યું, “શા માટે તું સુતો છે? ઉભો થા! તારા દેવને પ્રાર્થના કર! કદાચ તે આપણા પર દયા દર્શાવે અને આપણે મરીએ નહિ.”


વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી.


પછી ઈસુ શિષ્યો પાસે ગયો. ઈસુએ ફરીથી તેમને ઊંઘતા દીઠા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી.


પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે.


અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.


દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં ઊધાડી દીધો અને એક માંણસને બોલાવી તેના વાળની સાત લટો બોડાવી નખાવી; આ રીતે દલીલાહે તેને નિર્બળ બનાવી દીધો અને તેની તાકાત તેને છોડી ચાલી ગઈ.


અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan