Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 1:3 - પવિત્ર બાઈબલ

3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેનાથી સર્વ ઉત્પન્‍ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્‍ન થયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 1:3
20 Iomraidhean Croise  

આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.


પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”


તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.


એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.


ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી; અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી; અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.


મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે. અને પૃથ્વી પર માનવનું સર્જન કર્યુ છે. મેં મારા પોતાને હાથે જ આકાશને ફેલાવ્યું છે અને મારી આજ્ઞાથી જ નક્ષત્રમંડળ ચાલે છે.


યહોવા આકાશનો સર્જનહાર છે. તે દેવ છે. તેણે આ પૃથ્વીની રચના કરી છે. ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે એને સૂની રહેવા માટે નહિ, પણ વસવા માટે તેણે બનાવી છે. યહોવા કહે છે, “હું યહોવા છું. મારા સિવાય બીજું કોઇ નથી.”


તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.


તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.


પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે.


જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે.


વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.


ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે.


“લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે: “જે આમીન છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:


“અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”


Lean sinn:

Sanasan


Sanasan