Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:25 - પવિત્ર બાઈબલ

25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 યહોવા કહે છે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25-26 પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્‍નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્‍નતથી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્‍નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 યહોવાહ કહે છે કે, એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:25
17 Iomraidhean Croise  

દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં,


યહોવાનું શરણું સ્વીકારો, તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો, રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”


તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે.


તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે. તેથી મેં આમ કહ્યું છે.’” એમ યહોવા મારા માલિક કહે છે.


“એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે. “અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.


મને રોટલી ભેદ અને રકત અર્પણ કરતી વખતે તમે વિદેશીઓને, જેઓ હૃદયમાં અને શરીરમાં બેસુન્નત છે, એવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લઇ આવ્યા છો. આમ કરીને તમે મંદિરને અશુદ્ધ કર્યું છે અને મારા કરારનો ભંગ કર્યો છે અને તમારા બીજા સર્વ પાપોની સાથે આ પાપનો વધારો કર્યો છે.


“તમાંરા કાનની બાજુના વાળ મૂર્તિપૂજાકોની જેમ કાપો નહિ, તમાંરી દાઢી બોડવી નહિ.


તેઓના પાપોએ મને તે લોકોની વિરુદ્ધ કર્યો, તેથી મેં તેઓને વિદેશી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા. છેલ્લે તમાંરા વંશજો નમ્ર થશે અને માંરી વિરુદ્ધ આચરેલા પાપ અને બંડને કારણે થયેલી શિક્ષા ભોગવશે.


“પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”


સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે.


જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.


યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”


દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan