Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:24 - પવિત્ર બાઈબલ

24 પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્‍ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ જે કોઈ અભિમાન કરે તે આ બાબતમાં અભિમાન કરે કે, તેઓ સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય અને નીતિ કરનાર યહોવાહ છું કેમ કે, આ જ મને પસંદ છે. એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:24
33 Iomraidhean Croise  

કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે, બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે. પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.


મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.


આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ.


આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!


પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.


હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.


યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.


સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઇનું સર્જન કર્યુ છે અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.


જેમણે જેમણે કૂશ અને મિસર ઉપર મદાર બાંધી બડાશ હાંકી હશે, તેઓ ભોંઠા પડશે અને લજવાશે.”


તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે. પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે; ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.


ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.


યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ.


ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી, તેથી તે બધી વાતે સુખી હતો. આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે. આ યહોવાના વચન છે.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ; તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે, તથા તેનામાં અભિમાન કરશે.”


ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.


તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.


“મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.


“મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”


અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.


હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.


તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”


પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”


દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.


હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું.


આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા.


અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.


પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.


Lean sinn:

Sanasan


Sanasan