Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:19 - પવિત્ર બાઈબલ

19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:19
20 Iomraidhean Croise  

એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!


“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!


“ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે? શા માટે તેને બંદીવાન બનાવી દૂર દેશમાં લઇ જવામાં આવી છે?


જુઓ, તોફાની પવનની જેમ લશ્કર અમારા પર ચઢી આવશે. તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે, તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે. ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.


સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે, મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે. તેના પડદાઓના લીરા ઊડે છે.


તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”


શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? ખરું જોતાં તેઓ પોતાનું જ અપમાન કરતાં નથી? પોતે જ શરમજનક નામોશી વહોરી લેતા નથી?”


“હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે.


તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા; હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ, તેના કારણે તેઓ શહેરને છોડીને આમતેમ ભટકવા લાગ્યાં. રાષ્ટ્રો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે, “તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”


દેશ વિદેશીઓના હાથમાં ગયો છે, અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.


“હે મનુષ્યના પુત્ર, તું તૂર વિષે આ મરશિયો ગા.


એ સમગ્ર દેશ આ પ્રકારની દુષ્ટ પ્રવૃતિઓથી ભ્રષ્ટ બની ગયો છે, તેથી ત્યાં રહેતા લોકોને એમના દોષની સજા કરીને હું તેઓને તે દેશમાંથી હાંકી કાઢવાનો છું.


તમે આ પ્રમાંણે કરશો નહિ, નહિ તો તે પ્રજાની જેમ તમને પણ તે દેશમાંથી હું હાંકી કાઢીશ.


“તમાંરે માંરા તમાંમ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવું; હું તમને તમાંરા નવા દેશમાં લઈ જઈશ અને તમે માંરા કાયદાઓ અને નિયમોનું પાલન કરશો તો તે દેશ તમને હાંકી કાઢશે નહિ.


ઊઠો, ચાલ્યા જાઓ, કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી. અશુદ્ધિ ભયંકર વિનાશ સાથે સંહાર કરે છે.


તે દિવસે તેઓ તમને મહેણાં ટોણાં મારશે અને તમારે માટે દુ:ખના ગીતો ગાઇને કહેશે કે, ‘આપણે તો સંપૂર્ણ રીતે પાયમાલ થઇ ગયા છીએ, તે અમારી જમીન બદલી નાખે છે અને જે મારી છે તે લઇ લે છે અને તે અમારા ખેતરો અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે.


જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan