Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:3 - પવિત્ર બાઈબલ

3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી આ દુષ્ટ વંશમાં જેઓ બાકી રહેલા છે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાંના બાકી રહેલા સર્વ લોકો જીવવા કરતાં મરવું પસંદ કરશે, ” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 વળી, આ દુષ્ટ પ્રજાના બાકી રહી ગયેલા જનોને જે સ્થળોમાં હું નસાડી મૂકું ત્યાં તેમને જીવવા કરતાં મરવું વિશેષ પસંદ પડશે. આ હું સેનાધિપતિ સર્વશક્તિમાન પ્રભુ એ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વળી આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતા રહેશે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાં બાકી રહેલા સર્વ લોક જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે. એમ સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:3
22 Iomraidhean Croise  

અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”


“પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે.


પણ એમ કહેશે કે, ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”


યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.


કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.’”


ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.


“ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: યરૂશાલેમ અને યહૂદિયાના બધા નગરો પર મેં જે આફત ઉતારી છે તે તમે જોઇ છે. આજે પણ એ નગરો ખંડેર હાલતમાં અને વસ્તી વગરના છે.


આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.”


સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”


“હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.


હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.


હે ઇસ્રાએલના લોકો, તમને આખી પ્રજાને યહોવા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતા. હવે તમારી વિરૂદ્ધ યહોવાએ જે વચનો કહ્યાં છે તે સાંભળો:


માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.”


તેથી યહોવા કહે છે કે, “જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું, એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો, ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ, કારણકે તે ભયાનક સમય હશે.


“મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો.


તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે.


તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો!


તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.


Lean sinn:

Sanasan


Sanasan