Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:3 - પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલનો ઈશ્વર, કહે છે કે, તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:3
18 Iomraidhean Croise  

ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.”


માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધર્મી પત્નીઓથી અલગ થઇ જાઓ.”


જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.


“‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે.


“હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માર્ગેથી પાછો વળે, પોતાનાં આચરણ અને કર્મો સુધારે.’


અને તે પ્રજા જો દુષ્ટ માર્ગેથી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું;


માટે હવે તમારાં આચરણ અને કર્મો સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે.


મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ.


રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”


યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો તું મારી પાસે જ પાછો આવ, તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ


હજુ પણ યહોવા તમને સમજાવે છે: “જુઓ, ભૂતકાળના વર્ષોમાં તમે દેવના માર્ગોમાં ચાલતા હતા. તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માર્ગે ચાલો. ત્યાં તમારા આત્માને શાંતિ મળશે. પણ તમે પ્રત્યુત્તર આપો છો, ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’


દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.


Lean sinn:

Sanasan


Sanasan