27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ.
હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.
તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”
પરંતુ યહોવાએ કહ્યું, “હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
“આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે.