Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:8 - પવિત્ર બાઈબલ

8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધી લઇ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 બાબિલ એકાએક પડીને પાયમાલ થયું છે; તેને લીધે વિલાપ કરો; તેના દુ:ખને માટે શેરીલોબાન લો, કદાચ તેને રૂઝ વળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પણ બેબિલોન અચાનક પડીને પાયમાલ થયું છે; તેને માટે વિલાપ કરો; તેના ઘા પર વિકળાના વૃક્ષનો લેપ લગાવો કે તેનો ઘા કદાચ રૂઝાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:8
20 Iomraidhean Croise  

જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.” તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની બધી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને ભોંયભેંગી કરી છે.”


“તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે, તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે, તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.


સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે, તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.


“હે મિસરની કુમારિકાઓ, ગિલયાદ જાઓ અને થોડી ઔષધી લો. તમે ઘણી ઔષધી લીધી પણ તમે સ્વસ્થ નહિ થાઓે.


“તેઓ તને જવાબ આપશે, મોઆબ ખંડેર થઇ ગયું છે; રૂદન અને શોક કરો. આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે, મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!


અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોકે પોકે રડું છું અને કીરહેરેસના માણસો માટે હું શોક કરું છું.


“સર્વ પ્રજાઓને આ સંદેશો કહો! ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો, છુપાવશો નહિ, ખબર આપો કે, ‘બાબિલ જીતાયું છે, બઆલ દેવની બેઆબરું થઇ છે, મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે; બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે, તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’


બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.


શું હવે ગિલયાદમાં દવા નથી? ત્યાં કોઇ વૈદ્ય નથી? તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?


“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો! “કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”


તેથી તેણે આ હાથને મોકલીને આ લખાણ લખાવ્યું છે.


માદીના દાર્યાવેશે રાજ્યની રાજસત્તા સંભાળી. તેની ઉંમર આશરે બાસઠ વર્ષની હતી.


તારી વેદનાને બિલકુલ રાહત નથી; તારો ઘા પ્રાણઘાતક છે; જે કોઇ તારી પડતીના સમાચાર સાંભળે છે, તે તાળીઓ પાડે છે; કારણકે એવો કોઇ છે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?


પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”


તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે: “તેનો વિનાશ થયો છે! તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે! તે ભૂતોનું ઘર બન્યું. તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે. તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે. તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan