Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:64 - પવિત્ર બાઈબલ

64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.’” અહીં યર્મિયાના વચન પૂરા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

64 અને તારે કહેવું, ‘એ પ્રમાણે બાબિલ તો ડૂબી જશે, ને જે વિપત્તિ હું તેના પર લાવીશ તેથી તે ફરી ઊઠશે નહિ.’ અને તેઓ કંટાળી જશે.” આ પ્રમાણે યર્મિયાનાં વચન સમાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

64 અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

64 અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.’ અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:64
16 Iomraidhean Croise  

જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય તો એવું થજો કે મારી જમીનમાં ઘંઉ અને જવને બદલે કાંટા અને ખડ ઉગે!” અયૂબનું નિવેદન પૂરું થયું.


યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.


પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.


તને જાતજાતની સલાહો મળશે છતાં તારું કશું ચાલે તેમ નથી. તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ, જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે, ભલે તને મદદ કરે.


“તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”


“અને હવે, યર્મિયા, તારી સાથે લાવેલી બરણીને તું આ માણસોના દેખતા તોડી નાખ.


“પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’


બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.


“બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”


અને એકેએક મિત્ર પોતાના મિત્રની નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે. દરેક જણ પોતાના મિત્રને છેતરે છે, કોઇ સાચું બોલતું નથી, તેમની જીભ જૂઠું બોલવા ટેવાઇ ગઇ છે.


“‘જે પ્રજાઓ તને ઓળખતી હતી તે બધી તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગઇ છે. તારું પરિણામ ભયંકર આવ્યું છે, સદાને માટે તારો નાશ થયો છે.’”


શું આ સૈન્યોનો દેવ યહોવાએ કર્યુ છે? લોકોએ પોતાની જાતે જે બધો પરિશ્રમ કર્યો છે, તે બળી ગયો છે, પ્રજાએ કારણ વગર સખત પરિશ્રમ કર્યો છે.


પછી તે બીજો દૂત પ્રથમ દૂતને અનુસર્યો અને કહ્યું કે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.”


તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે: “તેનો વિનાશ થયો છે! તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે! તે ભૂતોનું ઘર બન્યું. તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે. તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે. તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.


પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે: “તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે. તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.


Lean sinn:

Sanasan


Sanasan