Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:41 - પવિત્ર બાઈબલ

41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશંસિત થયેલા તે કેવો પકડાયો છે! બાબિલ [અન્ય] પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 જેનું ગુપ્ત નામ શેશાખ છે તે બેબિલોન વિષે પ્રભુ કહે છે, “આખી દુનિયા જે નગરની શોભાનાં ગુણગાન ગાતી હતી તેને જીતી લેવામાં આવ્યું છે. હવે બેબિલોનની ભયાનક દશા જોઈને દુનિયાની બધી પ્રજાઓ થથરી ઊઠી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:41
15 Iomraidhean Croise  

તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’


સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો. “તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે.


તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે, સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે. તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!


એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.


“આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”


બાબિલને હથોડા સમાન બનીને જગતના દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા. હવે તે હથોડો ભાંગી ગયો છે. બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.


બાબિલના પતનથી સમગ્ર પૃથ્વી થથરી ઉઠશે અને તેનો આર્તનાદ બધી પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.”


અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ. જ્યાં શિયાળવાં આવીને વસશે. લોકો તેની હાંસી અને નાલેશી કરશે અને કોઇ ત્યાં વાસો કરશે નહિ.


સમુદ્રકાંઠે રહેનારા સર્વ તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગયા છે. તેઓના રાજાઓ ભયભીત થઇ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.


અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો.


હે રાજા, એ તો આપ પોતે જ છો. આપ મહાન અને બળવાન છો. તમારી મહાનતા વધીને છેક આકાશ સુધી પહોંચી છે. તમારું સામ્રાજ્ય પૃથ્વીના છેડા સુધી પહોંચ્યું છે.


ત્યારે તેણે કહ્યું, “આ મહાનગર બાબિલ તો જુઓ! મારું ગૌરવ તથા મહિમા વધારવા માટે મારી પોતાની શકિત વડે એ પાટનગર બાંધ્યું છે!”


યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે.


Lean sinn:

Sanasan


Sanasan