Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:24 - પવિત્ર બાઈબલ

24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને, તેમણે સિયોનમાં આચરેલા કુકર્મોને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 યહોવા કહે છે, “બાબિલ તથા ખાલદી દેશના સર્વ રહેવાસીઓએ સિયોનમાં તમારી આંખ આગળ જે ભૂંડું કર્યું છે, તે સર્વનું પ્રતિફળળ હું તેમને પૂરેપૂરું આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 બાબિલને તથા ખાલદીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:24
25 Iomraidhean Croise  

વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “ક્યાં છે તેઓના દેવ?” તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે, તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.


“તમે બધા એકઠા થાઓ અને સાંભળો, તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું, યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે. બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે. તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.


જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.


સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.


તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”


બાબિલ લૂંટી લેવામાં આવશે અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.” આ યહોવાના વચન છે.


તેની ચારે બાજુએથી રણનાદ જગાવો, જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે! તેનો કોટ પડી ગયો છે, યહોવાએ બદલો લીધો છે, તેણે કર્યું હતું તેવું જ તેને કરો!


તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.


ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.


યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો!” “અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”


“બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.


હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”


હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.


ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”


બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા, બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”


આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?”


Lean sinn:

Sanasan


Sanasan