Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:10 - પવિત્ર બાઈબલ

10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહોવાએ આપણું ન્યાયીપણું ખુલ્લું કર્યું છે; આવો, સિયોનમાં આપણા ઈશ્વર યહોવાનું કામ પ્રગટ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ખરેખર આપણે સાચા છીએ એનું પ્રભુએ સમર્થન કર્યું છે. ચાલો, આપણે યરૂશાલેમ જઈએ અને ત્યાં લોકોને આપણા ઈશ્વર પ્રભુનાં કાર્ય પ્રગટ કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે ઈશ્વર જે સર્વ કર્યું છે તે આપણે સિયોનમાં જઈને કહી સંભળાવીએ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:10
18 Iomraidhean Croise  

હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.


તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે, અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે. અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.


ત્યારે લોકોને દેવનો ભય લાગશે. અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે અને દેવનાં અદ્ભૂત કાર્યો વિષે બીજાઓને શીખવશે.


હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.


જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”


પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે. તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.


યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો, તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે, તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે, તેણે યહોવાના હાથે તેના બધા દોષોની બમણી સજા મેળવી છે.”


હવે એવો સમય આવશે જ્યારે યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે. તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે; દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.


ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ, દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા. જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે તેના પર દેવે વૈર વાળ્યું છે.


માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે; તે સાંભળી લો; “અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે.


Lean sinn:

Sanasan


Sanasan