Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:21 - પવિત્ર બાઈબલ

21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો, ચઢાઇ કરો, બંડખોર દેશ બાબિલનો હું ન્યાય કરવાનો છું; મેં તમને આજ્ઞા કરી છે તે પ્રમાણે તેઓનો સંહાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુ કહે છે, “મેરાથાઇમ અને પેકોદના લોકો પર આક્રમણ કરો; તેમનો પીછો કરીને તેમની ક્તલ કરો અને પૂરેપૂરો વિનાશ કરો. મારી આજ્ઞા સંપૂર્ણપણે પાળો. હું પ્રભુ એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 “મેરાથાઈમ દેશ પર હા, તે જ દેશ પર અને પેકોદના વતનીઓ પર ચઢાઈ કર, તેઓની પાછળ પડીને તેઓનો ઘાત કર તેઓનો સંહાર કરો. “મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે, તે પ્રમાણે કર, એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:21
17 Iomraidhean Croise  

દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.


‘તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”’”


આકાશના યહોવા દેવે મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે; તેણે મને તેને માટે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં મંદિર બાંધવા કહ્યું છે, તેના લોકોમાંથી તમારામાં જે કોઇ હોય; તે ભલે જાય. તેના દેવ યહોવા તેને સાથ આપો.


હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.


હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે, અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે; અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”


“તમે બધા એકઠા થાઓ અને સાંભળો, તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું, યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે. બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે. તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.


“મેં મારી જાતે જ આ આગાહી કરી હતી અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે; હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.


હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.’” આ યહોવાના વચન છે.


જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ! જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!”


તેની ચારે બાજુએથી રણનાદ જગાવો, જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે! તેનો કોટ પડી ગયો છે, યહોવાએ બદલો લીધો છે, તેણે કર્યું હતું તેવું જ તેને કરો!


કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે; તેઓ એ દેશને વેરાન બનાવી દેશે, જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો અને પશુઓ ભાગી જશે.”


કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.


હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ.


સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.


હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”


Lean sinn:

Sanasan


Sanasan