યર્મિયા 5:7 - પવિત્ર બાઈબલ7 દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હું કેમ કરીને તેમને માફી આપું? તમારાં સંતાનોએ મારો ત્યાગ કર્યો છે અને જેઓ દેવો નથી તેઓને વચન આપ્યા છે. મેં તેમને ખવડાવીને તૃપ્ત કર્યા પણ તેઓએ વ્યભિચાર કર્યો. અને ગણિકાઓનાં ઘરોમાં તેઓનાં ટોળેટોળાં ભેગાં થયાં. Faic an caibideil |
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”
તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે.